સુરતના વ્રજચોક ખાતે આખો ટ્રક સમાઈ જાય તેવો ભૂવો પડતાં તંત્ર દોડતું થઇ ગયું - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 7:44 PM IST
સુરત: શહેરમાં ગઈકાલ બપોર પછીથી અત્યાર સુધીમાં 6થી 7 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે. આથી ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અનેક રસ્તાઓ હજી પાણીમાં ગરકાવ છે. ત્યારે ડુંભાલ વિસ્તારના ઘરોમાંથી હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. ઘરોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયેલા છે. તેમજ સુરતના વ્રજચોક પાસે પસાર થતી ખાડીની બન્ને સાઈડનો રોડ બેસી ગયો છે. આખો ટ્રક સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડી ગયો છે. જેને લઇને તંત્ર દોડતું થઇ ગયું છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રને જવાબદાર ઠેરવ્યા છે. લોકો કહી રહ્યા છે કે, શાસકો અને તંત્રના પાપે રસ્તા બેસી ગયા છે. ઉલેખનીય છે કે, સુરત જિલ્લામાં વરસી રહેલ ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને હજુ પાણી ઓસર્યા નથી, જેને લઇને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને મનપાની કામગીરી સામે પણ સવાલ કરી રહ્યાં છે.