Mahashivratri 2024: અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ શિવાલયમાં મહાદેવના દર્શન કર્યા - Ahmedabad West Lok Sabha
🎬 Watch Now: Feature Video
Published : Mar 9, 2024, 6:53 AM IST
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ તેમના લોકસભા ક્ષેત્રમાં આવતી 7 વિધાનસભામાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવાલયમાં મહાદેવના દર્શન કર્યા હતા. સાથે લોકોના સુખાકારી માટે શિવાલય મહાદેવ દર્શન કરી પ્રાર્થના કરવામાં આવી હતી.
પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નક્કી થયા પછી હું મારા લોકસભા લોકોના સુખાકારી માટે અને તેમના સુધી સરકારની યોજનાઓ પહુંચે તે માટે કાર્ય કરી રહ્યો છે અને મારા મત ક્ષેત્રમાં સાત વિધાનસભા આવે છે. સાત વિધાનસભામાં મુખ્ય મંદિરોમાં મહાદેવના દર્શન કર્યા છે. કાર્યકર્તાઓ સાથે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે સાત વિધાનસભાના 10 મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રજાલક્ષી વિકાસના કાર્ય કરે છે. અને ભારતીય જનતા પાર્ટીના વિચારો લોકો સુધી લઈ જજો.
સરકારની યોજનાઓ લોકો સુધી પહુંચે, તેમના સ્વાસ્થ્ય સારુ રહે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી તેમની સાથે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ભૂષણ ભટ્ટ સહિત ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા