લ્યો બોલો... ખાડાનો મનાવ્યો જન્મદિવસ, ખાડાઓથી કંટાળી 'આપ'એ કર્યો અનોખો વિરોધ - AAP held protest over potholes - AAP HELD PROTEST OVER POTHOLES
🎬 Watch Now: Feature Video
Published : Aug 6, 2024, 10:42 PM IST
સુરત: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર હાલ ચોમાસાની સિઝનમાં કમરતોડ ખાડાઓ પડી ગયા છે. જેને લઇને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોના કમરના દુખાવાઓ થઈ રહ્યા છે. વાહનોમાં ખર્ચ આવી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતા આખરે આજરોજ સુરતના પર્વત પાટિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખાડાનો જન્મદિવસ ઉજવી કેક કાપી હતી, અને વાહન ચાલકોને ખવડાવી હતી. ત્યારે તંત્રનો વિરોધ કરી રહેલા આપના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ મથક ખાતે લઇ ગયા હતા.