આપ કોર્પોરેશન અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે લડશે, મિશન વિસ્તાર બેઠકમાં લેવાયો નિર્ણય - Aam Aadmi Party meeting - AAM AADMI PARTY MEETING
🎬 Watch Now: Feature Video
Published : Jul 10, 2024, 5:42 PM IST
જામનગરમાં: જિલ્લામાં આજે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જામનગર જિલ્લામાં ચૂંટણી લડશે તેવું બેઠકમાં જણાવવામાં આવ્યું છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા પધાર્યા હતા. રાજ્યના તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટી સક્રિય બને તે માટે વિવિધ જગ્યાએ બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આજે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર કાર્ય કરશે: મિશન વિસ્તાર અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આમ આદમીની પાર્ટીના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરે તેવું બેઠકમાં ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું. 2026 માં કોર્પોરેશનની ચૂંટણી યોજાશે તેમજ આગામી સમયમાં ગ્રામ પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે લડશે.