ધોરાજીમાં મતદાન સાથે રોષ ઠાલવતો મતદાર, ડુંગળીનો હાર પહેરી મતદાન કર્યું - Lok Sabha Election 2024
🎬 Watch Now: Feature Video
રાજકોટ : લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રનો પર્વ ઉજવશે. મોટી સંખ્યામાં નાગરિકો સવારથી જ મતદાન કરી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના ધોરાજીમાં એક મતદારે ડુંગળીનો હાર પહેરીને મતદાન કર્યું હતું. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ ખેડૂતોની સમસ્યા દર્શાવતા ડુંગળી પહેરીને મતદાન કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. દિનેશ વોરાએ જણાવ્યું કે, ભૂતકાળમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હતા. જેના કારણે કેટલાય ખેડૂતો પાયમાલ થાય અને તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સરકારની આંખ ઉઘાડવા માટે અમારો આ પ્રયાસ છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી આવનારી સરકારને જાગૃત કરવા માટે ડુંગળીનો હાર પહેરીને મતદાન કર્યું છે.