જે રિક્ષામાં સગીરા સ્કૂલે આવ-જા કરતી તેજ રિક્ષાચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ, આરોપી જેલ હવાલે - Rape with minor girl - RAPE WITH MINOR GIRL
🎬 Watch Now: Feature Video
Published : Jun 23, 2024, 9:30 AM IST
સુરત: તમામ માતા-પિતા અને વાલીઓ માટે આંખ ઉગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક રિક્ષાચાલકની રિક્ષામાં સ્કૂલે અવર-જવર કરતી સગીરાને રિક્ષાચાલકે જ હવસનો શિકાર બનાવી. પુણા વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે રિક્ષાચાલકે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતું. સગીરાએ પોતાના પરિવારને રિક્ષાચાલકની હરકતો બાબતે જણાવ્યું ત્યારે તેઓ ચોંકી ગયા હતા.પરીવારે પુણા પોલીસ સ્ટેશનમાં ઓટોરીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિવારની ફરિયાદના આધારે ઓટો રીક્ષા ચાલક દિવ્યેશ રમેશ અમરેલીયા સામે બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ઓટો રિક્ષા ચાલકની રિક્ષામાં જ સગીરા સ્કૂલેથી આવ-જા કરતી હતી. હાલ તો રિક્ષાચાલકને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.