સીમમાં બનાવેલ ઘરના ઓટલે બેઠેલા પાલતુ શ્વાનને દીપડો ઉઠાવી ગયો,સીસીટીવીમાં દીપડો કેદ - A pet dog was hunted by a panther - A PET DOG WAS HUNTED BY A PANTHER
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2024/640-480-21915199-thumbnail-16x9-r.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 10, 2024, 3:53 PM IST
સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે.માંડવી તાલુકાના ઉમરસાડી ગામની સીમમાં ભીખાજી મુંનશીએ પોતાના ખેતરમાં ઘર બનાવ્યું છે. તેઓના ખેતરના ઘરની ઓસરી પર પાલતુ શ્વાન બેઠું હતું. તે દરમિયાન અચાનક ખૂંખાર દીપડો આવ્યો હતો અને ગણતરીની સેંકડોમાં પાલતુ શ્વાનને ઊંચકીને ભાગી ગયો હતો. ખેતર માલિકને આસપાસ પાલતુ શ્વાન નજરે ન ચડતા તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મોડી રાત્રે એક દીપડો આવી શ્વાનને ઊંચકી લઈ જતો હોવાનું માલુમ પડ્યું હતું. જે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વન વિભાગને કરાઈ હતી. દીપડો શ્વાન ઊંચકી જવાની બનેલ ઘટનાની જાણ ખેતર માલિક દ્વારા માંડવી વન વિભાગને કરતા વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.