સુરતના ચોર્યાસી ગામે દીપડાના આંટાફેરા, લાકોમાં ભયનો માહોલ - Leopard walk in the farm - LEOPARD WALK IN THE FARM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2024/640-480-22234759-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 18, 2024, 1:22 PM IST
સુરત: સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે અને ઘણી વખત દીપડાઓ રહેણાંક વિસ્તારમાં દેખાતા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે. એવામાં આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે. કામરેજના ચોર્યાસી ગામ પાસે એક ખેતરમાં દીપડો આંટાફેરા મારતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો બિન્દાસ ખેતરમાં લટાર મારતો નજરે ચડ્યો હતો. દરમ્યાન ત્યાં હાજર લોકોએ આ વિડીયો મોબાઈલમાં કંડારી લીધો હતો. ખેતરમાં ફરતો દીપડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમ્યાન ખેતરમાં દીપડો ફરતો હોવાનું વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. ઘણા ખેડૂતો દીપડાના બીકથી રાત્રિ દરમિયાન ખેતરે જવાનું પણ ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.