સુરતમાં રાજપૂત સમાજના અગ્રણીએ જીવન ટુંકાવ્યું, રાજપૂત સમાજમાં શોક - Surat Crime News - SURAT CRIME NEWS
🎬 Watch Now: Feature Video
Published : Aug 16, 2024, 12:21 PM IST
સુરતઃ સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક આપઘાતની કરૂણ ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઊમરાછી ગામ ખાતે જય સોમનાથ સેવા મંડળના સક્રિય સભ્ય અને રાજપૂત સમાજના આગેવાન દોલતસિંહ સોલંકીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. જેને લઇને તેઓને તુરંત સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રાજપૂત સમાજના આગેવાન દોલતસિંહ સોલંકીએ આપઘાતનું પગલું ભરતા તેમના પરિવારજનો સહિત સમગ્ર પંથકના રાજપૂત સમાજમાં શોક પ્રસરી ગયો છે.