મોરબીના ખોખરાહનુમાનજી મંદિર નજીક પેપરમીલમાં લાગી આગ, ફાયરની ટિમો ઘટના સ્થળ પર - MORBI FIRE incident - MORBI FIRE INCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 5, 2024, 8:15 PM IST
મોરબી: માળીયા મિયાણા હાઇવે ઉપર ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ પેપર મિલમાં આગ લાગી. મોરબી ફાયર બ્રિગેડની ટીમને કોલ આવતા ઘટના સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળ્યું.
પેપર મીલમાં આગ: મળતી વિગત મુજબ માળીયા હાઇવે પર ખોખરા હનુમાન જવાના રસ્તે આજે બપોરના 3 વાગે એલીક્સ પેપર મીલમાં બહારના ગ્રાઉન્ડમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા મોરબીની બે ફાયર ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. વધુ પવનના કારણે આગ વધુ ન ફેલાય તેના માટે હળવદ ફાયરની ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી હતી.
ધાંગધ્રથી વધુ એક ફાયર ફાઈટર આવશે: હાલ 3 ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ અને ધાંગધ્રથી વધુ એક ફાયર ફાઈટર સ્થળ ઉપર પહોંચશે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સારી બાબત એ રહી કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળ્યું નથી. તેવું ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.