સુરતના માંગરોળના લિંબાડા ગામે રાજ્યધોરી માર્ગ પર ફરી વળેલ પાણીમાં કાર તણાઈ - Car got stuck in rainwater - CAR GOT STUCK IN RAINWATER
🎬 Watch Now: Feature Video
Published : Jul 24, 2024, 4:24 PM IST
સુરત: રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમ પણ દક્ષિણ જિલ્લાઓમાં તો વરસાદના કારણે હાલત ખૂબ જ ખરાબ છે. ત્યારે સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસેલા ભારે વરસાદને લઈને ઘણા રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. સુરત જિલ્લાના માંગરોળ લિંબાડા ગામ પાસે પસાર થતો રાજ્યધોરી માર્ગ બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઘણા લોકો જીવનના જોખમે રાજ્યધોરી માર્ગ પાસ કરી રહ્યા છે. ત્યારે એક કાર ચાલકે ધસમસતા પ્રવાહમાં પોતાની કાર ચલાવી હતી, જેને લઇને કાર પાણીમાં તણાવા લાગી હતી.જોકે હાજર લોકોએ કારને પકડી લીધી હતી અને બહાર લાવતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.