ETV Bharat / state

મોરબીવાસીઓ માટે આનંદની ક્ષણ, પાલિકામાંથી "મહાનગરપાલિકા" બન્યું મોરબી - MORABI NEWS

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ મોરબીને મહાપાલિકા બનાવવા માટે તંત્રએ કેવી તૈયારીઓ શરુ કરી છે.

પાલિકામાંથી "મહાનગરપાલિકા" બન્યું મોરબી
પાલિકામાંથી "મહાનગરપાલિકા" બન્યું મોરબી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2025, 11:31 AM IST

મોરબી: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અગાઉ જાહેરાત થયા બાદ તાજેતરની કેબીનેટ બેઠકમાં મંજૂરીની મહોર લાગી ચુકી છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી નગરમાં ખુશીની લહેર છવાઈ છે, ત્યારે આવો જાણીએ મોરબીને મહાપાલિકા બનાવવા માટે તંત્રએ કેવી તૈયારીઓ શરુ કરી છે. સિરામિક એસોસિયેશનના પ્રમુખ તેમજ ઉદ્યોગપતિઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે.

ઝોન બનાવવા સહિતની કામગીરી કરવામાં આવશે: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી જણાવી રહ્યા છે કે, 'રાજ્ય સરકારે અગાઉ જાહેરાત કરી હતી તે મુજબ કેબીનેટ બેઠકમાં મંજૂરી આપી મહાપાલિકા આપવાની અમલવારી કરવામાં આવી છે. મોરબી મહાપાલિકામાં 9 ગ્રામપંચાયતનો સમાવેશ કરવામાં આવશે, જેથી 137 સ્ક્વેર કિલોમીટર એરિયા તેમજ 5 લાખની વસ્તી થઇ જશે. રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે રાજકોટમાં ફરજ બજાવતા સ્વપ્નનીલ ખરેને જવાબદારી સોપી છે. જેઓ અનુભવી છે જેથી ઝોન બનાવવા, વોર્ડ બનાવવા સહિતની આનુસંગિક કામગીરી ઝડપથી થશે. તેમના અનુભવનો લાભ મોરબીની પ્રજાને મળશે અને ઝડપી કામગીરીથી વિકાસને વેગ મળશે.

પાલિકામાંથી "મહાનગરપાલિકા" બન્યું મોરબી (Etv Bharat Gujarat)

સિરામિક ઉધોગકારોએ પણ ખુશી વ્યકત કરી: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા અંગે ખુશી વ્યક્ત કરતા મોરબી વોલ ટાઈલ્સ એસોશિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મોરબીમાં રોડ રસ્તા, ટ્રાફિક સહિતના પ્રશ્નોનું હવે કોર્પોરેશન થતા હલ થશે. નાગરિકોની સુવિધામાં વધારો થશે. અગાઉ ઉદ્યોગકારો સુવિધાના અભાવે મોટા શહેરમાં વસવાટ કરતા હતા. જે હવે મોરબીમાં જ રહેશે. સિરામિક સહિતના ઉદ્યોગમાં આગ લાગવાના બનાવો સમયે મોરબીની ફાયર સુવિધા ઉણી ઉતરે છે. મહાપાલિકા મળતા આધુનિક ફાયર સુવિધા પણ મળશે. જેથી ઉદ્યોગને આકસ્મિક સંજોગોમાં ફાયદો થશે.

મોરબીનો વિકાસ પણ વેગ પકડશે: ઉદ્યોગપતિ વિનોદ અંબાણી જણાવે છે કે, 'ઉદ્યોગપતિ તરીકે તેઓ દેશના અન્ય રાજ્ય તેમજ વિદેશમાં પ્રવાસ કરતા હોય ત્યારે ત્યાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઇને એમ થતું કે મોરબીમાં કેમ આવું નથી. હવે મહાપાલિકા મળતા મોરબીનો વિકાસ પણ વેગ પકડશે, ફાયર સેફટી, રોડ રસ્તા અને ટ્રાફિક પ્રશ્ન ઉકેલાશે અને મોરબીનો વિકાસ સારો થશે.

ખરા અર્થમાં સૌરાષ્ટ્રનું પેરીશ થાય તેવી આશા: આમ સિરામિક નગરી મોરબી જે નાણાકીય રીતે સધ્ધર હોવા છતાં તેનો વિકાસ થતો જોવા મળતો ન હતો. જે હવે મહાપાલિકા બનતા મોરબીના વિકાસને વેગ મળશે અને એક સમયે સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા ધરાવતું મોરબી શહેર હવે ખરા અર્થમાં પેરીસ બનવા તરફ અગ્રેસર રહેશે. તેવો આશાવાદ સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નડિયાદનો વિકાસ વેગવંતો થવાની આશાઓ બંધાઈઃ જાણો ખાસ બાબતો
  2. રાજ્યના વિદ્યાર્થીઓ માટે પણ છે આ સ્કૉલરશિપ યોજના: દર વર્ષે આવશે રૂપિયા, આજથી 8 દિવસ માટે રજીસ્ટ્રેશન બાકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.