Ahmedabad: કારમાં બેસેલી વ્યક્તિના સાથળમાં BRTSની રેલિંગનો સળીયો ઘૂસી ગયો, કટરથી કાપ્યો... - અમદાવાદમાં કાર અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 9:23 AM IST

અમદાવાદ: શહેરના શિવરંજની વિસ્તારમાં મોડી રાતે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર  BRTSની રેલિંગ સાથે અથડાઈ હતી. જોકે, આ દરમિયાન  BRTSની રેલિંગનો સળિયો કારના ડોરને ચીરીને કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં સવાર એક વ્યક્તિની સાથળમાં ઘુસી ગયો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ પોલીસ અને અન્ય ફાઈર બ્રિગેડને થતાં તેઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે સૌ પ્રથમ લોખંડના મજબૂત સળીયાને કટરથી કાપ્યો હતો અને બાદમાં કારના ડોરને પણ કટરથી કાપવામાં આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયાં હતાં.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.