નવસારીમાં સ્થિતિ વણસી, ત્રણ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા, 60 લોકોનું સ્થળાંતર - Navsari rain update - NAVSARI RAIN UPDATE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2024/640-480-22050127-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 26, 2024, 6:55 AM IST
નવસારી : દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસાદી માહોલ રહ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં પૂરના પાણી ઓસરવાનું નામ લેતા નથી. નવસારીને અડીને આવેલા મરોલી વિસ્તાર પાસેના વાડા, પોસરા અને મરોલી ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. મીંઢોળા નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદ ઘટ્યો, પરંતુ પાણી ઉતરતા નથી. જેથી મરોલી, વાડા અને પોસરા ગામના 500થી વધુ ઘરના લોકો રસ્તો બંધ થતા 6 કિમીનો ચકરાવો મારવા મજબૂર બન્યા છે. વાડાના 60 જેટલા સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને જીવન જરૂરિયાતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ પૂરના પાણી હજુ ઓસર્યા નથી. જેને કારણે જનજીવન હજુ સામાન્ય થયું નથી.