ગોધરાના ગોલ્લાવ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત - Eco car and a tanker Accident - ECO CAR AND A TANKER ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Aug 10, 2024, 12:30 PM IST
પંચમહાલ: ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે આવેલી આઇટીઆઇ નજીક ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા હતા. ૧૦૮ને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. જેમાં બે ઈસોમોની હાલત નાજુક હોવાના કારણે તાત્કાલિક દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પહેલાં જ એક વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ આ અક્સમાતમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ઈકો કારમાં સવાર સાત લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સાથે 5 લોકોના અકસ્માતમાં મોત થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.