કતારગામનાં 2 સગીર મિત્રો કેનાલમાં હાથ પગ ધોવા જતા ડૂબ્યા, પરિવાર શોકમાં ગરકાવ - 2 minors drowned in canal
🎬 Watch Now: Feature Video
Published : Sep 24, 2024, 5:16 PM IST
સુરત: વેડ રોડ ખાતે રહેતા 17 વર્ષીય રવિ વસંતભાઇ ચૌહાણ અને કતારગામ ખાતે રહેતો 15 વર્ષીય મિત્ર દર્શન હસમુખભાઇ વાઘ સાથે કામરેજ વિસ્તારમાં ફરવા માટે ગયો હતો. જે દરમ્યાન કામરેજનાં અંત્રોલી ગામ સીમમાં આવેલ કાકરાપાર જમણા કાંઠા નહેર નજીક પહોંચતા બંને મિત્રો હાથ પગ ધોવા માટે કેનાલ નજીક ગયા હતા. જોકે આકસ્મિક રીતે જેમનો પગ લપસી જઇ કેનાલમાં પડી જતા બંને મિત્રો એક બીજાને બચાવવામાં કેનાલનાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેમના પરિવારમાં દુ:ખનો માહોલ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટના અંગેની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.