વાંકાનેરના માટેલ ગામે કાર ધરામાં ખાબકી તો, ટંકારાના લતીપર રોડ પર છોટા હાથીએ પલટી મારી... - 2 incidents have happened in morbi

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 3:27 PM IST

thumbnail
મોરબી શહેરમાં એકસાથે 2 દુર્ધટના ઘટી (ETV Bharat Gujarat)

મોરબી: શહેરમાં એકસાથે 2 દુર્ધટના ઘટી છે. જેમાં સૌ પ્રથમ વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ધામ ખાતે આજે રાજકોટના બેડીનો રહેવાસી પરિવાર દર્શન માટે આવ્યો હતો, જે પરિવારની કાર માટેલીયા ધરામાં ખાબકી હતી સદનસીબે તેમાં કોઈને જાનહાની થઈ હતી નહીં. એવામાં બીજી ઘટના ટંકારાના લતીપર રોડ પર બની છે, છોટા હાથી રોડ પલટી ખાઈ ગઈ છે, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે. 

ગાડીમાં સમગ્ર પરિવાર: રાજકોટના બેડી ગામે રહેતો પટેલ પરિવાર માટેલ ધામ દર્શન માટે આવ્યો હતો અને કાર મંદિર બહાર દુકાન પાસે પાર્કિંગમાં રાખતી વેળાએ બ્રેકના બદલે ભૂલથી લીવર લાગી જતા કાર ધરામાં ખાબકી હતી. કારમાં પરિવારના ચારથી પાંચ સભ્યો સવાર હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. સ્થાનિકોની મદદથી તમામને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હોવાની માહિતી સરપંચ મુન્નાભાઈ પાસેથી મળી હતી.  

છોટા હાથી પલટી ખાઈ ગઈ: ટંકારાના લતીપર રોડ પર છોટા હાથી પલટી ખાઈ જતા ડ્રાઈવરને ઈજા થઈ છે. ટંકારાના લતીપર રોડ પર સાવડી પીએચસી નજીકથી પસાર થતી છોટા હાથીના ચાલકે કાબુ ગુમાવતા છોટા હાથી પલટી મારી ગયું હતું અને રોડથી નીચે ઉતરી ગયું હતું. મોરબીના રાજપરના રહેવાસી અને આ છોટા હાથીના ચાલક શૈલેશ રઘુભાઈ જોગડીયાને જીસીબીની મદદથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.