સુરતમાં રેલવે ઓવર બ્રિજના ગડર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન, જુઓ વાયરલ વીડિયો - Viral video - VIRAL VIDEO
Published : Jul 3, 2024, 8:52 PM IST
સુરત : કીમ રેલવે ઓવર બ્રિજના ઓપન ગડર પર એક યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થયા છે. ઓલપાડ તાલુકાના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર ગતરોજ એક ઇસમ બ્રિજના ઓપન ગડર પર ચડી ગયો હતો. બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બૂમાબૂમ કરી હતી. પરંતુ યુવકે ધ્યાન ન આપ્યું અને સતત આગળ ચાલી સામેના છેડેથી નીચે ઉતરી ગયો હતો. યુવક હેમખેમ નીચે ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. યુવક ઓપન ગડર પર ચડી ચાલતો જતો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક અંડરપાસ સેફ્ટી રેલીંગ પર એક યુવક ચડી ગયો હતો. તેણે પણ હાજર લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.