ઓલપાડમાં વાનચાલક 6 વર્ષની બાળાને બતાવતો બિભત્સ વીડિયો, સુરત કોર્ટે આરોપીને 7 વર્ષની સખત કેદની સજા કરી - Accused sentenced to 7 years - ACCUSED SENTENCED TO 7 YEARS
Published : Jul 30, 2024, 4:54 PM IST
સુરત: ઓલપાડથી સુરતની વિવિધ શાળાઓમાં બાળકોને મુકવા આવતા વાન ચાલકે 6 વર્ષ સહિત અન્ય બાળાઓને બિભત્સ વીડિયો બતાવવાના કેસમાં સુરતની કોર્ટે આરોપી વાનચાલકને ગુનેગાર ઠેરવીને 7 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ ઓલપાડના જોથાણ ગામમાં રહેતા પરિવારની 6 વર્ષિય પુત્રી અડાજણની પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીનીને ઓલપાડમાં જ રહેતો વસંત કંથારીયા લઈ જતો અને મુકી જતો હતો. બીજી તરફ સ્કૂલમાં બાળકોના રક્ષણના અધિનિયમને લઈને માર્ગદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલ શિક્ષકે બાળકોને જણાવ્યું હતું કે, તમારા વાનવાળા કાકા તમને ટપલી મારે કે તમને ગાલ પકડે કે ચોકલેટ ખવડાવે તો મને કે તમારા માતા-પિતાને કહેવું. જોથાણ ગામની 6 વર્ષની બાળા તેમજ બીજી બાળાને તેનો વાન ચાલક બિભત્સ વીડિયો બતાવતો હતો. આ અંગે બાળકોએ શિક્ષકને જાણ કરી હતી અને આ શિક્ષકે તરત જ તેમના માતા-પિતાને બોલાવીને વાનચાલક વસંત કંથારીયાની સામે ઓલપાડ પોલીસમાં ગુનો નોંધાયો હતો.