ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીની વૈશાલી પરમારે પાવર લિફ્ટિંગ કોમ્પીટીશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો - Gold Medal in Power Lifting - GOLD MEDAL IN POWER LIFTING

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 4:31 PM IST

મોરબી: સુરત ખાતે તાજેતરમાં યોજાયેલ પાવર લિફ્ટિંગ કોમ્પીટીશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી વૈશાલી પરમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. મોરબી જીલ્લાનું ગૌરવ કહી શકાય એવી વૈશાલી પરમારે ડેડ લિફ્ટિંગ 92.5 કિલોગ્રામ બેંચ પ્રેસમાં 40 કિલો અને સ્ક્વોટમાં 70 કિલો વજન ઉપાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીતી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે, અગાઉ રાજકોટ ખાતે યોજાયેલ કોમ્પીટીશનમાં ડેડ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ફીઝીયોફીટ જીમમાંથી ટ્રેનીંગ મેળવી હતી. આ અવસરે વૈશાલીએ જણાવ્યું હતું કે, તેના ટ્રેનર અને માતા પિતાના સપોર્ટ થી આજે તે અહિયાં સુધી પહોચી શકી છે અને દિવસ દરમિયાન કલાકોની મહેનત કરે છે.માતા પિતાના આશીર્વાદના કારણે તે આ સ્પર્ધામાં વિજેતા બની છે.

ABOUT THE AUTHOR

...view details