ઉપલેટાની કન્યા શાળામાં વરસાદી પાણી ઘૂસ્યું, વિદ્યાર્થિનીઓ બની ચિંતાતૂર - Rajkot Rainfall Update - RAJKOT RAINFALL UPDATE
Published : Jul 22, 2024, 2:06 PM IST
રાજકોટ : ઉપલેટામાં ધોધમાર વરસાદથી શાળામાં પાણી ઘૂસ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉપલેટા શહેરની ડીજે કન્યા વિદ્યાલય અને દરબારગઢ સ્કૂલ જે બિલ્ડિંગમાં બેસે છે તે બિલ્ડીંગમાં પાણી ફરી વળ્યા હતા. જેથી ક્લાસરૂમ, સ્ટાફ રૂમ તેમજ કોમ્પ્યુટર લેબમાં પાણી ભરાઈ ગયા હતા. તાજેતરમાં શાળામાં ફીટ કરેલા પેવર બ્લોકના કારણે પાણી ક્લાસરૂમમાં ઘૂસ્યા હોવાનું માનવું છે. વિદ્યાર્થીઓની બેગ તેમજ ચોપડા પલળી ગયા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં આચાર્યને મિટિંગમાં ફરજિયાત પણે બોલાવવામાં આવ્યા, ત્યારે આચાર્ય પણ તંત્રની કામગીરી સામે નારાજ થયા અને વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતાતુર બન્યા છે. જોકે આ પ્રકારની સમસ્યાને લઈને અગાઉ શાળા સંચાલકો દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું છે.