લ્યો બોલો ! આ જૂની નોટો હજુ ચાલે છે...રદ્દ થયેલી ચલણી નોટો સાથે 2 આરોપી ઝડપાયા - old currency notes scrapped - OLD CURRENCY NOTES SCRAPPED
Published : Jul 6, 2024, 5:36 PM IST
બનાસકાંઠા: એલસીબીએ વડગામ મોરિયા (ધનાલ)થી રદ કરેલ જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં રૂપિયા 75 લાખ 4 હજારની જૂની રદ કરેલી ચલણી નોટો સાથે બે ઇસમોની અટકાયત કરી છે. બનાસકાંઠા એલસીબીને મળેલ લીડના આધારે વડગામ પોલીસ સ્ટેશનની હદના મોરિયા (ધનાલી)ખાતે બ્રેઝા કારમાંથી કુલ નંગ 13,309 જૂની ચલણી નોટો મળી આવી છે, તેની જૂની કિંમત 75,04,000 છે. આ સાથે એક મોબાઈલ અને બ્રેઝા કાર મળી કુલ 82,09,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રદ થયેલ ચલણી નોટો આપનાર તથા નાસી જનાર સહિત કુલ ચાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ઝડપાયેલા મહમંદપૂરાના અશરફભાઈ દાઉદભાઈ નસીર અને માંકણોજીયાના સાદીકભાઈ ઇન્દ્રેશભાઈ અબ્રાહીમભાઇ મુમન વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.