મહેસાણા શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો - Rain In Mehsana - RAIN IN MEHSANA
Published : Sep 27, 2024, 1:31 PM IST
મહેસાણા: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે, ત્યારે મહેસાણા જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં મહેસાણા શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. મહેસાણામાં આજે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો જેમાં ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ ઝાડ પડી જવાની ઘટનાઓ સામે આવી હતી. મહેસાણામાં ગત મોડી રાત્રે વરસાદ પડ્યો હતો તો આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પડતો જોવા મળતા ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેસાણા શહેર સહિત વડનગર કડી બેચરાજી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.