ગુજરાત

gujarat

ETV Bharat / videos

કુદરતી સૌંદર્યનો આ આહલાદક નજારો ઉત્તરાખંડનો નથી, રાજકોટના ધોરાજી પાસે આવ્યું છે આ સ્થળ - Natural Scenery of Osam mountain - NATURAL SCENERY OF OSAM MOUNTAIN

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 12:32 PM IST

રાજકોટ: જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે ધોરાજી તાલુકાના ઓસમ પર્વત પર વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થયો હતો.અને નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા છે. પાટણવાવના ઓસમ ડુંગર પર આવેલ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના ધોધના કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા.તેથી  વરસાદ પડવાના કારણે કુદરતી ધોધ વહેતો થતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કુદરતી ધોધની સાથે સાથે પાટણવાવ ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી. વરસાદના લીધે ચારેકોર હરિયાળી થવાથી અને કુદરતી ધોધના સુંદર નયનરમ્ય દૃશ્યોએ લોકોને આકર્ષિત કર્યા હતા.લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને આ સુંદર નજારાનો લ્હાવો લીધો હતો અને આ મનોહર દૃશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details