પોરબંદર શહેરમાં ફિલ્માંકન થયેલ ફિલ્મ "સમંદર "નો માછીમાર આગેવાનોએ કર્યો વિરોધ - Porbandar Opposition Kharwa society - PORBANDAR OPPOSITION KHARWA SOCIETY
Published : May 31, 2024, 11:14 AM IST
પોરબંદર: ખારવા સમાજના આગેવાન અને ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનિલ ગોહેલના જણાવ્યા અનુસાર, પોરબંદર શહેરમાં ફિલ્માંકન થયેલ "સમંદર" ફિલ્મ ખારવા સમાજને બદનામ કરતી ફિલ્મ છે. જેમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો પણ ખરાબ છે. ખારવાના દીકરાઓને દારૂ પિતા ડ્રગ્સ ના ધંધા કરતા દર્શાવવામા આવ્યા છે.
ખારવા સમાજના આગેવાન સુનિલ ગોહેલે કર્યો વિરોધ. ફિલ્મ માં ખારવા સમાજના લોકોને ખરાબ રીતે દર્શાવ્યા હોવાનું જણાવ્યું હતું. ફિલ્મના દિગ્દર્શક માફી નહીં માંગે ત્યાં સુધી આ ફિલ્મના વિરોધમાં આંદોલન કરશે તેવું જણાવ્યું હતું.
સુનિલ ભાઈની અપીલ: "આ ફિલ્મ અમારી મંજૂરી લેતા પહેલા કેવી રીતે દર્શાવવામાં આવી શકે? આથી આ ખારવા સમાજને બદનામ કરતી ફિલ્મ છે. મારી આગેવાની હેઠળ આંદોલન કરવામાં આવશે, અને દરેક લોકોની દિગ્દર્શક માફી માંગે". સુનિલ ભાઇ ગોહેલે ખારવા સમાજને અપીલ કરતાં કહ્યું હતું કે, સૌ કોઈ અને આનો વિરોધ કરવા માટે આગળ આવે.