Budget 2024: નાણામંત્રીના બજેટથી સુરતના કાપડના વેપારીઓ નિરાશ, કહ્યું બધી અપેક્ષાઓ ઠગારી નીવડી... - નાણામંત્રી નિર્મલા સીતારમણ
Published : Feb 1, 2024, 1:19 PM IST
સુરત: શહેરમાં દરરોજ 2 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે, અને તે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જાય છે. આવી સ્થિતિમાં આજે જ્યારે વચગાળાનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કાપડ ઉદ્યોગને મોટી આશાઓ હતી. પરંતુ આવી બધી અપેક્ષાઓ ઠગારી નીવડી છે. MSME સહિત ટેકસ સહિત અનેક મુદ્દાઓને લઈ સુરતના કાપડ ઉદ્યોગને આશાઓ હતી, પરંતુ એક પણ આશા પૂરી થઈ નથી. ટેક્સટાઈલ ઉદ્યોગપતિ વિજયભાઈએ જણાવ્યું કે, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી, જેના કારણે નિરાશા છે. પરંતુ જીએસટીમાં જે રીતે નવી પહેલ કરવામાં આવી છે તેના કારણે કાપડ ઉદ્યોગમાં પેમેન્ટ વહેલી તકે મળી શકશે.અન્ય વેપારી અતુલભાઈએ જણાવ્યું હતું કે આ વચગાળાનું બજેટ છે. જેના કારણે કાપડના વેપારને કદાચ ધ્યાને લેવામાં આવ્યું નથી પરંતુ કાપડના વેપારીઓને આશા હતી કે MSMEમાં છૂટછાટ મળશે પરંતુ એવું થશે નહીં.આ જ કારણ છે કે કાપડ ઉદ્યોગ નિરાશ છે.