ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપી: 112 વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ડેમના અહલાદક દ્રશ્યો આવ્યા સામે - Doswada Dam overflow - DOSWADA DAM OVERFLOW

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 3:16 PM IST

તાપી: જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી સમયનો 112 વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના અહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. ડેમના અહલાદક  તેમજ નયમરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તેની સાથે જ ડેમ ઓવરફલો થતા જિલ્લાના વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. આ ડેમ ખુબ જ જુનો છે. ગાયકવાડી રાજના સમયનો ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 12 થી વધુ ગામોના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ઓવરફલો થતા મીંઢોળા નદીની આસપાસના ગામોને સિંચાઇ અને પશુપાલન માટે પૂરતું પાણી મળી રહેશે. તેથી ખેડુતો અને પશુપાલકોમાં આનંદ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details