Surat News : ઘટનાના ત્રીજા દિવસે ભરથાના પાસે નહેરમાં તણાયેલી બે સગીરાના મૃતદેહ મળી આવ્યાં - Bharathana village
Published : Feb 21, 2024, 2:40 PM IST
સુરત: અમરોલી નજીકનાં કોસાડ ભરથાણા ગામની બે સગીરા નહેર પર કપડાં ધોવા ગયા બાદ નહેર પર બાંધેલી કાપડની દોરી પકડી નાહવા માટે પડતા દોરી તુટી જવાથી બન્ને સગીરા નહેરનાં વહેતા પાણીમાં ડુબી જવાની ઘટના બની હતી. આ ઘટનાના ત્રીજા દિવસે ઓલપાડ તાલુકાના સરોલ ગામ પાસેથી પસાર થતી નહેરમાંથી બંને મૃત હાલતમાં મળી આવી હતી. મોટા વરાછાના સરલાબેન રમેશભાઈ બારૈયાની સગીર દીકરી કિંજલબેન રમેશભાઈ બારૈયા તથા તેમની સાથે રહેતી કાજલ ત્રણ દિવસ અગાઉ કોસાડ નજીકનાં ભરથાણા ગામથી સાયણ તરફ આવતા રોડ પરથી પ્રસાર થતી મુખ્ય નહેરના કિનારે કપડા ધોવા માટે ગઇ હતી. નહેરની કિનારી પાસે કાપડની એક દોરી બાંધેલ હોય જે દોરી પકડી કાજલ તથા કિંજલ નહેરમાં નાહવા ઉતર્યાં હતાં. ત્યારે અચાનક કાપડની દોરી તુટી જતા બન્ને નહેરના પાણીમાં તણાઈ જવાની ઘટના બની હતી. ઘટના બન્યાનાં ત્રીજા દિવસ બાદ ઓલપાડ તાલુકાના સરોલ ગામની સીમમાં કુદિયાણા માઈનોર નહેર ખાતે આવેલ સોંસક-સરોલ ગામ વચ્ચેના નહેરના નાળાના ભાગે ઉંડા પાણીમાં ડિકંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતાં. ઓલપાડ પોલીસે તરૂણીઓના પરિવાજનોનો સંપર્ક કરી તેની ઓળખ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઓલપાડ પોલીસ મથકના જમાદાર અનુજભાઈએ જણાવ્યું હતું કે ઓલપાડ પોલીસ હદમાંથી સરોલ ગામની હદમાંથી ડિકંપોઝ હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. ઓલપાડ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહો કબજે લઈને પીએમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.Mahisagar News: સુજલામ સુફલામ કેનાલમાં બે બાળકો ડૂબ્યા, એકનો બચાવ, અન્ય એકની શોધખોળ શરૂપારુલ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ શંકરપુરા ગામે તળાવમાં ડૂબ્યાં