દરેક શાળાઓમાં બાળકોને આગથી બચવા માટેની તાલીમ અપાશે, સુરત શિક્ષણ વિભાગનો પ્રયાસ - Surat fire safety training
Published : May 30, 2024, 9:37 AM IST
સુરત: રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગ હવે સુરત શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરશે. શિક્ષણ અધિકારી દ્વારા 120 ટિમો બનાવવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે તપાસ કરવામાં આવશે.
શાળામાં મોક ડ્રીલ યોજાશે: શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાના શિક્ષકો અને આચાર્યને પણ આગથી બચવા માટેની તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે.