ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખી કોઈ સાથે વાદવિવાદમાં ન પડવું - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 6:30 AM IST

અમદાવાદ : આજે 28 નવેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો. આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઇ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઇએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

વૃષભ: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઇ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે. આપના વિલંબમાં પડેલા કાર્યો પુરા થશે.

મિથુન: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્‍ય વ્‍યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇને મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

કર્ક: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપને આજે આનંદ અને સ્‍ફૂર્તિ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે અને ક્યાંક બાંધછોડની નીતિ પણ અપનાવવી પડે. મનમાં કોઈ પ્રકારના રાગદ્વેષ હોય તો ત્યજીને ઉદાર વલણ અપનાવવાની સલાહ છે. છાતીમાં દર્દ કે કોઇ વિકાર હોય તેમણે સારવારમાં વધુ કાળજી લેવી. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે વિનમ્રતાથી વર્તવું. શક્ય હોય તો વધુ ઉંઘ લેવી. જાહેરમાં પ્રતિષ્ઠાની વધુ પડતી આશા રાખવી નહીં.

સિંહ: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મળવાથી આપ પ્રસન્‍ન હશો. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્‍થળની મુસાફરી દોસ્‍તો અને સ્‍હેનીજનો સાથે થાય. આરોગ્‍ય સારું રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આપ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્‍નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.

કન્યા: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે અનુકૂળ રહેશે. આપની વાણીની મધુરતાથી આપ અન્‍યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. વાણી પર સંયમ રાખી કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આપ નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.

તુલા: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ સાથે કરશો. આર્થિક આયોજનો સરળતાથી પાર પડે. તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ થાય. વસ્‍ત્રો, ઘરેણાં તેમજ મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. વિચારોમાં દૃઢતા આવે. સર્જનાતમક પ્રવૃત્તિઓ કરી શકશો.

વૃશ્ચિક: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપને સ્‍વભાવમાં ઉગ્રતા ન રાખવા તથા જીભ પર સંયમ રાખવાની સલાહ છે. શારીરિક તકલીફો અને મા‍નસિક ચિંતા આપને વ્‍યગ્ર બનાવી શકે છે. વાહન ચલાવતા સંભાળવું. ઓપરેશન કરવાનું ટાળવું. સગાં- સ્‍નેહી અને કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા આને આદરભાવ રાખવાની સલાહ છે. કોર્ટકચેરીના કાર્યો શક્ય હોય તો ટાળવાં અથવા સાવધાનીપૂર્વક કામ કરવું. મોજમજા, મનોરંજન પાછળ ખર્ચ થાય.

ધન: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ સમગ્રતયા લાભદાયક નીવડશે. આપને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્‍થળે પર્યટને જવાનું થાય. સંતાન અને જીવનસાથી થકી આપને લાભ મળે. વેપારમાં લાભ થાય. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને જીવનસાથી મળે. સ્‍ત્રીમિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. ઘર- પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અહેસાસ થશે. સગાં- સંબંધીઓ મિત્રોથી મુલાકાત આપને પુલકિત કરી દેશે. વેપાર ધંધામાં ઉઘરાણી અંગે પ્રવાસ કરવાનું થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે ધન- મન પ્રતિષ્‍ઠામાં વધારો થશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. આપને નોકરીમાં પદોન્‍નતી મળે. વાહન અકસ્‍માતથી સંભાળવું ધન- માન કીર્તિમાં વધારો થાય. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે.

કુંભ: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. થાક અને આળસ વર્તાય તો આજે કામકાજમાંથી વિરામ લઈને ટૂંકી પિકનિક અથવા મોજશોખને લગતી અન્ય કોઈ પ્રવૃત્તિનું આયોજન કરી શકો છો. તેનાથી માનસિક તાજગી પણ વધશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે કામ સિવાયની ચર્ચામાં પડવું નહીં. મોજશોખ કે હરવાફરવા પાછળ ખર્ચ થાય. સંતાનોને લગતા કાર્યોમાં વ્યસ્તતા વધશે. પરદેશથી સમાચાર મળે.

મીન: ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે પરિશ્રમ કરવો પડે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે. આધ્‍ય‍ાત્મિક વિચારો અને વલણ આપને ગેરમાર્ગે જતા રોકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.