ગુજરાત

gujarat

ETV Bharat / videos

બે મહિલાઓ ટી-શર્ટનું આખે આખું બોક્સ જ ચોરી ગઈ, કેવી રીતે જુઓ CCTV વીડિયો - Video of women stealing goes viral - VIDEO OF WOMEN STEALING GOES VIRAL

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2024, 3:54 PM IST

સુરત: જિલ્લાના બારડોલી નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી બે બુરખા પહેરેલ મહિલા એકપછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. ત્યારે એક કપડાંની દુકાનમાં ચોરી કરવા આવેલ મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેઓની કાળી કરતૂત સામે આવી હતી. આ મહિલાઓનો વધુ કોઈ દુકાન સંચાલકો ભોગ ન બને તે માટે  દુકાન સંચાલક દ્વારા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. બારડોલીના લીમડાચોક વિસ્તારમાં મુખ્યમાર્ગ પર એક કપડાંની દુકાન આવેલી છે. આ દુકનામાં બુરખો પહેરેલ બે મહિલા પ્રવેશી હતી. દુકાનમાં જઈને ખરીદીનો ઢોંગ કર્યો હતો. બે પૈકી એક મહિલાએ ટેબલ પરથી ટી-શર્ટ ભરેલ બોક્સ ધીરે ધીરે નજર ચૂકવીને બુરખામાં છુપાવી દીધું હતું. મહિલાઓ ચોરી કરી ગયા બાદ બોક્સ ઓછું જણાતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યું હતું, જેમાં ચોરીની સાચી માહિતી મળી હતી.

ABOUT THE AUTHOR

...view details