સુરત રાંદેર પોલીસની સહનીય કામગીરી સામે આવી, એક વ્યક્તિના ખોવાયેલ 3.50 લાખ રૂપિયા પરત કર્યા - Surat Police Sufficient performance - SURAT POLICE SUFFICIENT PERFORMANCE
Published : Jun 28, 2024, 3:30 PM IST
સુરત: શહેરના રાંદેર પોલીસની સહનીય કામગીરી સામે આવી છે. એક અરજદાર પોતાના એટીએમમાં રૂપિયા 3.50 ડિપોઝિટ કરવા માટે ગયો હતો, અને ત્યાંજ ભૂલી ગયો હતો. તે પૈસા પોલીસે અરજદારને પરત અપાવ્યા છે. અરજદારે પોતાના ડિપોઝિટ કરવા માટે એટીએમમાં રૂપિયા 3.50 લાખ ભૂલી ગયો હતો. જે પૈસા તે પાછો લેવા ગયા હતો પરંતુ તેને મળ્યા નહીં. જેથી અરજદારે તાત્કાલિક રાંદેર પોલીસ નો સંપર્ક કર્યો હતો.
એટીમમાં પૈસા ભૂલી ગયો: પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મળેલા પૈસા વ્યક્તિ પાસે પહોંચાડ્યા હતા. તેની પહેલા જે વ્યક્તિને આ પૈસા મળ્યા હતા તેને પોતે પોલીસનો સંપર્ક કર્યો હતો કે, આ રીતે એટીએમ માંથી પૈસા મળ્યા છે. જેથી તે વ્યક્તિએ પૈસા સાચવીને રાખ્યા હતા. અને પોલીસને પૈસા સુપ્રત કર્યા હતા. અંતે પોલીસે અરજદારને ખોવાયેલ રૂપિયા 3.50. લાખ પરત કર્યા હતા. અરજદારને પૈસા પરત મળતા જ તેના આંખોમાં હર્ષના આશું આવી ગયા હતા.
શું હતી ઘટના: આ બાબતે ફરિયાદી જાવેદ મેમણે જણાવ્યું કે, "મારા ગુમ થયેલા પૈસા મને અપાવ્યા તે બદલ રાંદેર પોલીસ નો ખુબ ખુબ આભાર.." છે. અને જે વ્યક્તિને પૈસા મળ્યા છે તે વ્યક્તિને પણ મારાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું જે સમયે પૈસા ભરવા એટીએમમાં ગયો હતો તે સમયે દરમિયાન મને છાતીમાં દુખાવો થયો અને ગભરામણ થઈ હતી અને મને હાર્ટની બીમારી પણ છે. જેથી તે સમયે મને કશું ખ્યાલ આવ્યો ન હતો અને હું પૈસાનો થેલો લીધા વગર જ ઘરે પહોંચી ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું પૈસા ભૂલી ગયો છું. પૈસા લેવા માટે એટીએમ મશીનમાં આવ્યો તો મને પૈસા મળી આવ્યા ન હતા. જેથી હું ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો અને મેં તાત્કાલિક રાંદેર પોલીસ સ્ટેશનમાં જઈ મારી વ્યથા વ્યક્ત કરી હતી. પોલીસે પણ મારી વાત સાંભળીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી જેથી હું ફરી એક વખત રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કરું છું અને જે વ્યક્તિએ પૈસા સાચવીને રાખ્યા હતા તેનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું".