અકસ્માતના કમકમાટી ભર્યા CCTV દ્રશ્યો, વડોદરામાં ડમ્પર ચાલકે મહિલાને કચડતા સ્થળ પર જ મોત - ACCIDENT IN VADODARA - ACCIDENT IN VADODARA
Published : Sep 10, 2024, 1:05 PM IST
વડોદરા: શહેરમાં અગાઉ પણ ભારે વાહનો દ્વારા અકસ્માતમાં અનેક માસૂમોના જીવ ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. છતાં નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. જેથી વધુ એક નિર્દોષ મહિલાનું ડમ્પર નીચે કચડાઇ જતાં મોતની ઘટના બની છે. જાણવા મળતી માહિતી મુજબ મહિલા પોતાના 3 વર્ષના સંતાનને શાળાએ મૂકવા જઇ રહી હતી. તે દરમિયાન નિલાંબર સર્કલ નજીક મહિલા ઉપર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ તાત્કાલિક એકત્ર થઇને જોતા બાળક ઇજાગ્રસ્ત થયું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના આરોપ અનુસાર, ડમ્પર ચાલક ખુબ જ નશાની હાલતમાં હતો. તેને ઉભા રહેવાના પણ હોશ નહોતા. નશાની હાલતમાં નિર્દોષ લોકોના જીવ લેતા ચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.