ભૂલકાઓનો શાળા પ્રવેશ યાદગાર બન્યો, હર્ષ સંઘવીએ બાળકોના ચરણ ધોયા - Shala Praveshotsav 2024 - SHALA PRAVESHOTSAV 2024
Published : Jun 26, 2024, 5:58 PM IST
સુરત : રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જિંદગીમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના શાળા પ્રવેશને યાદગાર બનાવ્યો છે. હર્ષ સંઘવીએ ભૂલકાઓના ચરણ ધોયા અને રૂમાલ પર કુમકુમ પગલાં પડાવી બાળકોને ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા 'ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની' થીમ પર રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત શહેરની બે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જેમાં અનોખી બાળવંદના કરી ભૂલકાઓના શાળા પ્રવેશને યાદગાર બનાવ્યો હતો. હર્ષ સંઘવીએ જિંદગીમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના સ્વહસ્તે ચરણ ધોયા, ત્યારબાદ કુમકુમ પગલાંની છાપ રૂમાલ પડાવી, કુમકુમ પગલાની છબી સ્વરૂપે બાળકોને તેની ભેટ આપી હતી. બાળકો સાથે આત્મીય સંવાદ કરી સંસ્કારી અને દેશના સારા નાગરિક બનવાની શીખ આપી હતી.