ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં વિદેશમંત્રી એસ જયશંકરનો પ્રબુદ્ધો સાથે વાર્તાલાપ જૂઓ લાઈવ - S Jaishankar in Rajkot - S JAISHANKAR IN RAJKOT

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 11:46 AM IST

Updated : Apr 2, 2024, 12:22 PM IST

રાજકોટમાં વિદેશમંત્રી એસ જયશંકરનો પ્રબુદ્ધો સાથે વાર્તાલાપ યોજાયો છે. વિદેશમંત્રી જયશંકરનો કાર્યક્રમ કુલ 45 મીનીટનો રહેશે, જેમાં 30 મિનીટ એમનો વાર્તાલાપ અને ૧૫ મિનિટનો ફિકસ થયેલા પહેલેથી આયોજકોને મળેલા પ્રશ્નો વિશેની પ્રશ્નોત્તરી, રાજકોટનાં પ્રમુખસ્વામી હૉલ ખાતે અત્યારે કુલ ૧,૫૦૦+ પ્રબુધ્ધો આ કાર્યક્રમમાં હાજર છે. દેશનું ભાગ્ય જનતા જનાર્દન લખે છે, જે દર પાંચ વર્ષે બદલાય છે. આ ભાગ્ય પ્રજા સરકારની ડિલિવરી અને વિઝનને ધ્યાને રાખીને બદલતી રહે છે.  પાછલા એક દશકમાં ભારતની પ્રગતિની બુનિયાદ નખાઈ ગઈ છે. અમે માત્ર વિકસિત ભારત જ નહિ પરંતુ એક સમાવિષ્ટ (ઈન્કલ્યુઝિવ) રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ. પાછલા થોડાં વર્ષોમાં ભારત વિશેનો વૈશ્ર્વિક નજરિયો બદલ્યો છે. ભારતની છબી જો વિશ્વમાં બદલાઈ હોય તો તેમાં ગુજરાતીઓનું વિશેષ યોગદાન છે કારણ કે ગુજરાતીઓ સમાગ્ર વિશ્વમાં ફેલાયેલા અને પ્રસરેલા છે.  હું પોતાને સદભાગી માનુ છું કે હું રાષ્ટ્રની વ્યવસ્થામાં ગુજરાત વતી પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. આજે પણ પોલેન્ડમાં લોકો જામનગરનાં જામસાહેબ માટે આદરભાવ રાખે છે જે રીતે દ્વિતીય વિશ્વયુદ્ધનાં નીકળેલા શરણાર્થીઓને જામનગરનાં જામસાહેબ તેમની મદદે આવ્યા હતાં. આજે પણ પોલેન્ડમાં લોકો જામનગરનાં જામસાહેબ માટે આદરભાવ રાખે છે જે રીતે દ્વિતીય વિશ્વયુદ્ધનાં નીકળેલા શરણાર્થીઓને જામનગરનાં જામસાહેબ તેમની મદદે આવ્યા હતાં. સમાવેશી ભારતે સાબિત કરી આપ્યું છે કે આર્થિક, સ્વાસ્થ્ય ક્ષેત્રે કોઈ પણ વર્ચસ્વવાદી સરકારી વ્યવસ્થા જે n કરી શકે એ ભાતમાં લોકતાંત્રિક વ્યવસ્થાએ કરી બતાવ્યું છે. ભારત ઈઝ એ ડેમોક્રેસી ધેટ ડિલિવર્સ, સમગ્ર યુરોપની પ્રજાને આપી શકાય તેટલું મફત અનાજ તેમજ સમગ્ર જાપાનને આપી શકાય તેવી આવાસ યોજના ભારતે આપી જેમાં કુલ ૧૦૦ કરોડ લાભાર્થીઓએ લાભ લીધો, ૮૦ કરોડ લોકોને મફત અનાજ વિતરણ વ્યવસ્થા અને ૨૦ કરોડ આવાસ યોજનાનાં લાભાર્થીઓ. ભારત ઈઝ એ ડેમોક્રેસી ધેટ ડિલિવર્સ, સમગ્ર યુરોપની પ્રજાને આપી શકાય તેટલું મફત અનાજ તેમજ સમગ્ર જાપાનને આપી શકાય તેવી આવાસ યોજના ભારતે આપી જેમાં કુલ ૧૦૦ કરોડ લાભાર્થીઓએ લાભ લીધો, ૮૦ કરોડ લોકોને મફત અનાજ વિતરણ વ્યવસ્થા અને ૨૦ કરોડ આવાસ યોજનાનાં લાભાર્થીઓ.
Last Updated : Apr 2, 2024, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details