જવાહર ચાવડાના વીડિયો મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન - Rishikesh Patel statement - RISHIKESH PATEL STATEMENT
Published : Jun 23, 2024, 5:25 PM IST
|Updated : Jun 24, 2024, 12:20 PM IST
મહેસાણા: મહેસાણા પહોંચેલા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ એ જવાહર ચાવડા ના વિડિયો મુદ્દે નિવેદન કર્યું હતું કે, આ બાબતે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે . એમને કંઈ મનદુઃખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે વાત કરશે એમની સાથે . અત્યારે ઘર માં પણ બે ચાર વિરોધી સુર નીકળતા હોય. આવડી મોટી પાર્ટી હોય એટલે ક્યાંક મન મોટાવ હોય શકે. પણ અંતે બધું સરખું થઈ જતું હોય છે. જવાહર ચાવડા ઉપર ભાજપે તેનું સ્ટિકર ચીપકાવી પોતાની ઓળખ બતાવવાની કોશિષ કરી હતી. ચાવડાએ ભાજપનું સ્ટિકર ઉખાડી સંકેત આપી દિધો છે કે તે ભાજપની નારાજ છે. જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વીડિયો પણ શેર કર્યો હતો.