જેના મત તેનો વિકાસ ! જનપ્રતિનિધિઓની આ માનસિકતાને જૂનાગઢના મતદારોએ ગંભીર ગણાવી - Disputed statement - DISPUTED STATEMENT
Published : Jun 18, 2024, 3:35 PM IST
જૂનાગઢ : ગુજરાત અને બિહારના નેતાઓ છેલ્લા બે દિવસથી વિવાદિત નિવેદન આપી રહ્યા છે કે, જે વિસ્તારમાં મત મળ્યા છે તે વિસ્તારમાં વિકાસના કામો થશે. આવા નિવેદનને જૂનાગઢના મતદારો ખૂબ જ ગંભીર અને લોકશાહીની હત્યા સમાન માની રહ્યા છે. કોઈ પણ ચૂંટાયેલા લોક પ્રતિનિધિએ સમગ્ર મત વિસ્તાર માટે કામ કરવું જોઈએ. પરંતુ જાહેર માધ્યમોથી સામે આવી રહેલા આ પ્રકારના નિવેદન ભારતની લોકશાહીને ઠેસ પહોંચાડી રહ્યા હોવાનું જૂનાગઢના મતદારો માની રહ્યા છે. ભારતની લોકશાહી આજે પણ સમગ્ર વિશ્વમાં બેજોડ માનવામાં આવે છે, છતાં લોક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતા આવા નિવેદન વખોડવા લાયક છે. ગુજરાતના એક સંગઠનના પદાધિકારીએ જે વિસ્તારમાં મત મળ્યા છે તે વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવાની વાત કરી છે. બીજી તરફ બિહારની રાજકીય પાર્ટીના એક ચૂંટાયેલા સાંસદે ચોક્કસ જ્ઞાતિને લઈને નિવેદન આપતા કહ્યું કે, જે તે જ્ઞાતિમાંથી મને મત મળ્યા નથી. માટે આ વિસ્તારના લોકો માટે કોઈ વિકાસનું કામ થશે નહીં.