RFC હૈદરાબાદથી LIVE: રામોજી રાવના પાર્થિવદેહના અંતિમદર્શન કરવા માટે લોકો ઉમટ્યા - ramoji rao passed away - RAMOJI RAO PASSED AWAY
Published : Jun 8, 2024, 10:49 AM IST
|Updated : Jun 8, 2024, 10:54 AM IST
હૈદરાબાદ: ઘણા દિવસો સુધી માંદગી સામે લડ્યા બાદ રામોજી ગ્રુપન સંસ્થાપક રામોજી રાવે શનિવારે વહેલી સવારે 4.50 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિતિ કોર્પોરેટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો છે, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય-સામાજિક અગ્રણીઓ ફિલ્મજગતની હસ્તીઓ ઉપરાંત મોટી સંખ્યામાં તેમના સમર્થકો આવી રહ્યાં છે. ઈનાડુ ગ્રુપના ચેરમેન રામોજી રાવનું હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા તેમના નિધનથી ઘણા લોકોનો ઘેરો આઘાત લાગ્યો છે પીએમ મોદીથી લઈને અનેક લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે.
Last Updated : Jun 8, 2024, 10:54 AM IST