ભાવનગર: ભાવનગર સાઈકલ ક્લબ અને અમદાવાદ ગ્રીન રાઈડર્સ સાઈકલ ગ્રૂપના સહયોગ સાથે અન્ય ગોંડલ,જૂનાગઢ સાઈકલ કલબોએ સાથે મળીને રાજ્યની પ્રથમ ગિરનાર પ્રથમ સાઈકલ પરિક્રમાનું આયોજન કર્યું હતું. આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ રહ્યું. તેની સાથે અન્ય રાજ્યના સાઈક્લીસ્ટ પણ જોડાયા હતા. જાણો કેમ યોજાઈ પરિક્રમા.
ગિરનાર સાઈકલ પરિક્રમાનું આયોજન: ભાવનગર સાઈકલ કલબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું કે, તા. 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સવારના 6.00 વાગે સરદાર પટેલ દરવાજા જૂનાગઢ ખાતેથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. સાઇક્લીસ્ટોએ આ યાત્રા 5:30 કલાકમાં વિવેકાનંદ સ્કૂલ જૂનાગઢ ખાતે પૂર્ણ કરી હતી.
150થી વધારે સાઈકલીસ્ટો જોડાયા: આ યાત્રામાં ભાવનગરના 10 સાઈકલીસ્ટ તેમજ ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનોએ સાથે મળીને કુલ 150થી વધારે સાઈકલીસ્ટો પણ જોડાયા હતા. આ યાત્રાનું આયોજન ગ્રીન રાઈડર્સ સાઈકલ ગ્રૂપ અમદાવાદ તેમજ યુથ હોસ્ટેલ જૂનાગઢ તેમજ જૂનાગઢ સાઈક્લીંગ ક્લબ, જૂનાગઢ વોકિંગ કલબ, ગોંડલ સાઈક્લીંગ કલબ,ભાવનગર સાઈક્લીંગ કલબના સહકારથી આ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
સાઈકલ યાત્રામાં રાખવામાં આવતી કાળજી: આમ તો જૂનાગઢમાં લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે, ત્યારે સાઈકલ ક્લબો દ્વારા 33 કરોડ દેવી દેવતાની પરિક્રમા અને પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે સાઈકલ યાત્રાનું આયોજન સફળ રહ્યું હતું. સાઈકલ કલબના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે, આ સાઈકલ યાત્રામાં અમે ખાસ કરીને એક દિવસ અગાઉ રેકી કરી હતી તેમજ આવનારા સાઈક્લીસ્ટોની હેલ્થ કેવી છે. તેની પ્રાથમિક સારવાર મેળવી હતી. આ સાથે આ યાત્રમાં ચા-નાસ્તાની સુવિધા સાથે વ્હિક્લ સપોર્ટની સુવિધા તેમજ સાઈક્લીસ્ટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. આ તમામ આયોજન ગ્રીન રાઈડર્સ ગ્રૂપ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાઈકલ પરિક્રમાનો શું રહ્યો રૂટ: કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ યાત્રા 75 KMની સાઈકલ યાત્રા હતી. આ યાત્રા જૂનાગઢ શહેરના સરદાર પટેલ દરવાજાથી શરૂ કરવામાં આવી હતી. ત્યાંથી અમે મેંદપરાથી વડી અને છોટવણી થઈ બીલખા તેમજ ખડીયા, ડુંગરપુર, જૂનાગઢ ખાતે આ યાત્રા પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: