ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ અગ્નિકાંડમાં રચાયેલ SIT પર ઈસુદાન ગઢવીના આકરા વાકપ્રહાર - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 3:26 PM IST

રાજકોટ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડેન્ટની તપાસ માટે રચાયેલ SIT પર આકરા વાકપ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, SITનું રીવ્યુ કરવામાં આવે. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને કયા કારણે બદલી કરવામાં આવી છે તે સ્પષ્ટ કરવામાં આવે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યુ હતું કે, SITની રચના જ શંકાસ્પદ રહી છે. SITની કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી જાય છે. SITની રચના ઢાંકપીછોડો કરવા માટે થઈ છે. SIT પુરાવાનો નાશ કરી રહી છે એવુ મને લાગે છે. SITની રચનાથી ભૂતકાળમાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ ન અત્યારે થઇ રહી છે. ACBમાં જો તાકાત હોય તો IAS-IPSની મિલકતમાં ટાંચમાં લે. રિયલ એસ્ટેટમાં IPS-IASના પૈસા રોકાયેલા છે. ACBની નીતિ પર પણ જનતાને શંકા છે.  

ABOUT THE AUTHOR

...view details