નવસારીમાં જામ્યો વરસાદી માહોલ, જાણો નદીઓ અને ડેમોની હાલની સ્થિતિ... Rainy weather in Navsari - Rainy weather in Navsari - RAINY WEATHER IN NAVSARI
Published : Jun 28, 2024, 7:26 PM IST
|Updated : Jun 28, 2024, 8:14 PM IST
નવસારી: જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી બફારા અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત થયા હતા, પરંતુ આજે વહેલી સવારથી નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ઝરમર વરસાદની શરૂઆત થતા શહેરીજનોને બફારા અને ગરમીથી મુક્તિ મળી છે. વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. બપોર બાદ એક કલાકના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસતા શહેરના સેશન રોડ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છુટા છવાયા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો માં પણ ખુશાલી નો માહોલ છે.
10 થી 2 વાગ્યા દરમિયાન પડેલા વરસાદનાં આંકડા:
- નવસારી 26
- જલાલપોર 08
- ગણદેવી 04
- ચીખલી 01
- વાંસદા 00
- ખેરગામ 21
જિલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટી: પૂર્ણા નદીમાં હાલ 10 ફૂટે પાણી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ પર છે. તેવી જ રીતે અંબિકા નદીમાં હાલ 10.33 ફૂટ પાણી પહોંચ્યું છે અને ભયજનક સપાટી 28 ફૂટની છે. કાવેરી નદીમાં 08 ફૂટ સપાટીએ પાણી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટે છે.
જિલ્લામાં આવેલા ડેમોની સપાટી: જૂજ નદીમાં 151.55 છે અને ઓવર ફલૉ 167.50 છે. જ્યારે કેલિયામાં 99.60 અને ઓરવા ફલૉ 113.40 છે.
બપોર બાદ ના વરસાદી આંકડા: નવસારી જિલ્લામાં વહેલી સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો, નવસારી જિલ્લામાં પ્રથમ વખત 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના જલાલપુર તાલુકામાં મેઘ મહેર થઈ છે.