ચાર દિવસના વિરામ બાદ સુરતમાં ફરી મેઘરાજાની પધરામણી:કામરેજમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ - Rain again in Surat - RAIN AGAIN IN SURAT
Published : Jul 12, 2024, 1:11 PM IST
સુરત: ચાર દિવસના વિરામ બાદ ફરી આજે સુરત શહેર સહિત જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. તા.11મી જુલાઈએ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં એક ઈંચથી લઈ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતમાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરત શહેર સહિત જિલ્લાના તાલુકા મુજબ વરસાદની વિગતો જોઈએ તો, ઓલપાડ તાલુકામાં 17 MM, ઉમરપાડામાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું, મહુવામાં 4 MM માંગરોળમાં 5 MM, માંડવીમાં 1 MM, કામરેજમાં સવા ત્રણ ઈંચ, ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ, પલસાણામાં 20 MM, બારડોલીમાં 13 MM અને સુરત શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ 12 કલાકમાં નોંધાયો હતો.
આટલા વિસ્તારોમાં વરસાદ: ગુરૂવારે વહેલી સવારથી કામરેજ તાલુકા અને સુરત સિટીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ઓલપાડ, બારડોલી અને પલસાણામાં અડધો ઇંચ જેટલો અને ચોર્યાસી તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માંગરોળ, ઉમરપાડા, માંડવી અને મહુવાના છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.