ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, કુકરમુંડામાં 3 ઈંચ અને વ્યારામાં અઢી ઈંચ વરસાદ - rain in tapi

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 11:02 AM IST

તાપી: જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.ગાજવીજ સાથે વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તાપી જિલ્લાના કેટલાંક તાલુકાઓમાંં પણ વરસાદ પડ્યો હતો. વ્યારા, વાલોડ, સોનગઢ, નિઝર, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે ખેડૂતોમાં પણ આનંદનો માહોલ સર્જાયો હતો અને લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. જો 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, જિલ્લામાં સૌથી વધુ કુકરમુંડા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે વ્યારામાં અઢી ઈંચ અને ડોલવણમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નિઝરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details