ગુજરાત

gujarat

ETV Bharat / videos

Tapi: સોનગઢના ગુણસદા ગામે પ્રાઇવેટ કંપનીના હેલિકોપ્ટરનું અચાનક લેન્ડિંગ

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 6:06 PM IST

તાપી: સોનગઢના ગુણસદા ગામે પ્રાઇવેટ કંપનીનું હેલિકોપ્ટર અચાનક ઉતરી આવ્યું હતું. હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિકોમાં કુતૂહળતા જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં રેલવે લાઇનનું કામ ચાલતું હોય જેમાં પ્રાઇવેટ કંપનીનું સર્વે માટે આવેલ હેલિકોપટરનું ઉતરાણ થયું છે. ફ્યુઅલ પુરાવવા માટે ઉતરાણ કર્યું હોવાનું અધિકારીક રીતે જાણવા મળ્યું છે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે સોનગઢ ફાયર ફાઇટર અને ઉકાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીક રીતે જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રમાં રેલવે લાઈનનું સર્વે હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું તે વેળાએ હેલિકોપ્ટરમાં ફ્યુઅલની અછત સર્જાતા તેને તાપી જિલ્લાના સોનગઢના ગુનાસદા ગામે ખુલા મેદાનમાં ઉતારવામાં આવ્યું અને ફ્યુઅલ પુરવામાં પૂર્વમાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details