ગુજરાત

gujarat

ETV Bharat / videos

Porbandar News: ટુકડા ગામે આતંક મચાવનાગર દીપડો અંતે પાંજરે પુરાયો - Forest Department

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 3:49 PM IST

પોરબંદરઃ ટુકડા ગામે છેલ્લા 3 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો હતો. આ દીપડાએ 3થી 4 પશુઓનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ગત રાત્રે વન વિભાગે આ દીપડાને પડકવા મુકેલા પાંજરામાં આ દીપડો પૂરાતા લોકોને રાહત થઈ હતી. છેલ્લા 5થી 6 મહિનામાં  પોરબંદર શહેર તથા જિલ્લાના ગામડાઓમાં દીપડાઓ ઘુસી જઈ ઢોરનું મારણ કરતા હતા. દીપડાના આ ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પોરબંદર જિલ્લાના ટુકડા ગામે એક દીપડા એ 3થી 4 ઢોરનું મારણ કર્યું હતું. જેથી લોકોમાં ભય ફેલાયો હતો .લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે ટુકડા ગામની સીમ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દીપડો પાંજરે પૂરાઈ ગયો છે. આ સમાચારથી ટુકડા ગામના લોકોને રાહત થઈ છે. હાલ આ દીપડા ને સારવીરડા નેસ ખાતે રાખવામાં આવ્યો હોવાનું વન વિભાગ ના અધિકારી ભમ્મરે જણાવ્યું હતું. 

  1. Surat News : માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી વિસ્તારમાં પ્રવેશી દીપડા દ્વારા શ્વાનનો શિકાર, સીસીટીવીમાં ઝીલાઇ ઘટના 
  2. Terror Of The Leopard : માંગરોળ તાલુકામાં ઘરઆંગણે બાંધેલી વાછરડીને દીપડો ખેંચી ગયો

ABOUT THE AUTHOR

...view details