ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદર તાલુકામાં વીજળી પડવાના બનાવમાં 2 મૃતકોના વારસદારોને તાત્કાલિક ₹4 લાખની સહાય ચૂકવાઈ - 4 Lakh Assistance Paid

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 10:21 PM IST

પોરબંદર: તાલુકામાં બરડા પંથકમાં વીજળી પડવાના બનાવમાં 2 મૃતકોના વારસદારોને તાત્કાલિક ₹4 લાખની સહાય ચૂકવાઈ છે.  પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના નિયમ અનુસાર વારસદારોના બેન્ક ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. પોરબંદર તાલુકામાં 2 દિવસ પહેલા કમોસમી વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાના બનાવો બન્યા હતા. જેમાં અડવાણા અને વડાળા ગામના 2 વ્યક્તિઓના મૃત્યુ થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના વારસદારોને રૂ.4 લાખની સહાય ચૂકવવામાં આવી છે. પોરબંદર તાલુકાના અડવાણા ગામના જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા નું આકાશી વીજળી પડવાથી મૃત્યુ થયું હતું .આ અંગે સરકાર દ્વારા મળતી રાહત અંગે જરૂરી કાર્યવાહી કરી જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી પોરબંદર દ્વારા તાત્કાલિક સહાયની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મૃતક જીવાભાઈ કારાવદરાના વારસદાર પત્ની સુમરીબેનને એસડીઆરએફ સરકારી ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવી ચૂકવવામાં આવી છે. બીજા એક બનાવમાં અને વડાળા ગામના મૃતક બાલુભાઈ કારાભાઈ ઓડેદરાનું પણ આકાશી વીજળી પડવાથી મૃત્યુ થતાં તેમના વારસદાર પિતા કારાભાઈના બેન્ક ખાતામાં રૂ.4 લાખની સહાય ચૂકવવામાં આવી છે. 

ABOUT THE AUTHOR

...view details