ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM Modi Jamnagar Visit: જામનગરમાં યોજાયો PMનો ભવ્ય રોડ શો, લોકોનું અભિવાદન ઝીલ્યું - જામનગર

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2024, 10:42 AM IST

જામનગર: વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પીએમની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા પીએમનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પીએમએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details