રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત : બસ સાથે ટક્કર બાદ બાઈકમાં આગ ભભૂકી, બે વ્યક્તિના કરુણ મોત - Patan accident - PATAN ACCIDENT
Published : Sep 12, 2024, 12:40 PM IST
પાટણ : રાધનપુર હાઇવે પર સમી તાલુકાના જલાલાબાદ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જલાલાબાદ ગામના CNG પંપની નજીક એક બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બાઈકમાં આગ લાગતાં બે વ્યક્તિ દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિલાનું સારવાર દરમિયાન મોત થતા અકસ્માતની ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા હતા. સાથે ટ્રાફિક જામ સર્જાયો હતો. આરોગ્ય ટીમ અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.