Pariksha pe charcha: વિદ્યાર્થીઓ સાથે PM મોદીનો 'પરિક્ષા પે ચર્ચા' કાર્યક્રમ LIVE - Pm modi
Published : Jan 29, 2024, 11:10 AM IST
|Updated : Feb 4, 2024, 12:07 PM IST
નવી દિલ્હી: આજે વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ કરી રહ્યાં છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 14.93 લાખ શિક્ષકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા (PPC) કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે ટિપ્સ આપે છે. આ સાથે તેઓ પસંદગીના વિદ્યાર્થીઓ સાથે સીધી વાત પણ કરે છે. આ ક્રમમાં, આ વર્ષે આ કાર્યક્રમ આજથી એક દિવસ માટે આયોજિત થયો છે. આ વર્ષે આ કાર્યક્રમ આજથી એક દિવસ આયોજિત થઈ રહ્યો છેે. જેનું આયોજન પ્રગતિ મેદાન, ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવી રહ્યું છે.