ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદ, ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ - rainfall in Surat district - RAINFALL IN SURAT DISTRICT

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 6:47 AM IST

સુરત: એક દિવસના વિરામ બાદ ફરી સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું. ગુરૂવારે સવારથી જ સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા, માંડવી, કામરેજ, પલસાણા અને મહુવા તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ ગતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વહેલી સવારથી વરસાદ શરૂ થતાં દૈનિક કાર્ય માટે બહાર નીકળતા લોકો છત્રી અને રેઇન કોર્ટ પહેરીને જતાં જોવા મળ્યા હતાં.  મહત્વપૂર્ણ છે કે, ગુરૂવારે ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ, ત્યાર બાદ માંડવી તાલુકામાં પોણો ઈંચ, કામરેજમાં અડધો ઈંચ  વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પલસાણા, બારડોલી, અને મહુવા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details